મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને થયો કોરોના, જુઓ વીડિયો
Continues below advertisement
મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી અને બિહારમાં ભાજપ ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસને (Former Maharashtra CM Devendra Fadnavis) કોરોનાનો (Covid-19) ચેપ લાગ્યો છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે જાણકારી આપી છે. આ સાથે જ તેમણે પોતાના સંપર્કમાં આવેલા લોકોને જરૂર પડે તો ટેસ્ટ કરાવી લેવા પણ કહ્યું છે. તેમણે ટ્વીટ કર્યું હતુંકે, હું લોકડાઉન પછી દરરોજ કામ કરી રહ્યો છું, પરંતુ હવે એવું લાગે છે કે ઇશ્વરની ઇચ્છા કે હું થોડા દિવસ રોકાઈ જાઉં અને રજા લઈ લઉં. મારો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને આઇસોલેશનમાં છું. ડોક્ટરોની સલાહ પ્રમાણે દવા લઈ રહ્યો છું.
Continues below advertisement