ગાંધીનગર પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓની હડતાળને લઇને બેની ધરપકડ, જુઓ વીડિયો

ગાંધીનગરમાં જિલ્લા પંચાયત હસ્તકના આરોગ્ય કર્મચારીઓને સરકાર સામે બાંયો ચઢાવી ભારે પડી હતી. સરકારે હડતાળ સમેટી ફરજ પર હાજર થવાના આદેશ બાદ પણ આરોગ્ય કર્મચારીઓ પરત ફર્યા ન હતા. આખરે રાજ્યના આરોગ્ય કમિશનરોએ તમામ જિલ્લા કલેકટરોને પત્ર લખી કાર્યવાહીનો આદેશ કર્યો હતો. જેના પગલે ગાંધીનગર કલેકટરના આદેશથી તાલુકા વિકાસ અધિકારીએ ગાંધીનગરમાં હડતાળ પર ઉતરેલા પ્રમુખ કિરીટસિંહ અને મહામંત્રી કિલ્પાબેન પટેલની ધરપકડ કરી હતી. બંને સામે પોલીસે એકેડમિક એક્ટ અને ડીઝાસ્ટર મેનેજમેંટ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola