Gandhinagar: પોલીસમાં ભરતીના બહાને 48 યુવાનો સાથે 1.44 કરોડની છેતરપિંડી કરાઇ
ગાંધીનગરમાં પાંચ વ્યક્તિઓ સામે છેતરપીંડીની ફરિયાદ નોંધાઈ છે. પોલીસ ભરતીના બહાને 48 યુવાનો પાસેથી 1 કરોડ 44 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. 2019ના સમયગાળામાં બોગસ લેટરના આધારે રૂપિયા પડાવ્યા હતા. આઈપીએસ અધિકારીની સહી સાથે બોગસ નિમણૂક પત્રો પણ આપ્યા હતા.