Gandhinagar: અલ્પેશ ઠાકોરની ચૂંટણી સભામાં માસ્ક વગર જોવા મળ્યા ભાજપના કાર્યકર્તાઓ
ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભાજપ નેતાઓ પ્રચાર કરી રહ્યા છે. કલોલ તાલુકાની મોટી ભોંયણ, સાતેજ અને સઇજ બેઠક માટે અલ્પેશ ઠાકોરે સભા યોજી હતી. ઠાકોર સમાજની બહુમતી ધરાવતા કલોલ તાલુકામાં મોટી ભોંયણ ખાતે અલ્પેશ ઠાકોરે ચૂંટણી સભા કરી હતી. સભામાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો એકઠા થયા હતા. અનેક લોકો માસ્ક વિના જોવા મળ્યા હતા.