Gandhinagar: સર્કિટ હાઉસમાં કોરોના વિસ્ફોટ, મનેજર સહિત 14 કર્મચારીઓ કોરોના સંક્રમિત
Gandhinagar: આગામી 18મી એપ્રીલે ગાંધીનગર મહાનગર પાલિકા (Gandhinagar Corporation)ની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે ભાજપ (BJP) અને કોંગ્રેસ(Congress) દ્વારા ચૂંટણીને લઈને કમર કસી લીધી છે. જોકે, ચૂંટણી પહેલા જ ગાંધીનગરથી માઠા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સર્કિટ હાઉસ (Gandhinagar circuit house)માં મેનેજર સહિત 14 કર્મચારીઓ કોરોનાથી સંક્રમિત થયા છે. હજુ આજે વધુ કર્મચારીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.