રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની કરાઇ આગાહી, જાણો અમદાવાદમાં કેટલા ડિગ્રી રહ્યું તાપમાન?
રાજ્યમાં ફરી કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. 5.1 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર.. ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં કાતિલ ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી હતી. અમદાવાદમાં પણ ઠંડીનું જોર વધ્યું હતું. અમદાવાદમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. રાજ્યના અન્ય શહેરોમાં પણ પારો ગગડતા ઠંડી વધી હતી.