પાલનપુરમાં ઝૂંપડામાં સૂઈ રહેલા મજૂરો પર ફરી વળ્યું ડમ્પર, એકનું મોત
Continues below advertisement
સુરત બાદ બનાસકાંઠામાં પણ ડમ્પર ચાલકે સુતેલા લોકોને કચડ્યા હોવાની ઘટના બની છે. પાલનપુરના માન સરોવર વિસ્તારમા ડમ્પર ચાલકે સૂઇ રહેલા મજૂરોને કચડતા એકનું મોત થયું હતું. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ ત્રણેય લોકોને પાલનપુર સિવિલ હૉસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ડમ્પર ચાલક ફરાર થઇ ગયો હતો. જેને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી.
Continues below advertisement