ગાંધીનગરઃ ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજોમાં ફીને લઇને મૂંઝવણ, જુઓ વીડિયો
રાજ્યની ટેકનિકલ અને એન્જીનીયરીંગ કોલેજની ફી મામલે હજી કોઈ નિવારણ નથી આવ્યુ, જેના કારણે કોલેજ સંચાલકો અને વિદ્યાર્થીઓ અવઢવમાં છે. સમિતિએ સંચાલકને સાંભળી લીધા પરંતુ હજુ સુધી કોઈ ચોક્કસ નિવેડો ન આવતાં વિદ્યાર્થીઓએ કેટલી અનવ ક્યારે ફી ભરવી તે અંગે મુંઝવણમાં જણાઈ રહ્યા છે. રાજ્યની ખાનગી શાળાઓમાં ફીનો મુદ્દો ચર્ચામાં આવ્યો હતો, અને ૨૫ ટકા ઘટાડાની જાહેરાત પણ કરવામાં આવી હતી. જેને લઇને રાજ્યની ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજની ફી ઘટાડવાને લઈને વાલીઓ અને વિદ્યાર્થીઓની માંગ ઉઠી હતી. જે હાઈકોર્ટમાં પહોંચી હતી અને હાઇકોર્ટની સુચના બાદ ટેકનિકલ અને એન્જિનિયરિંગ કોલેજ ફી નક્કી કરતી સમિતિને સંચાલકો સાથે મળી આ મામલે તેમનો પક્ષ જાણવા માટે આદેશ કર્યો હતો. આ સંદર્ભે સમિતિએ સંચાલકો સાથે બેઠક પણ કરી હતી. ૭ અને ૮ ઓક્ટોબરે ફી નિયમન સમિતિ એ અલગ અલગ ઝોન પ્રમાણે કોલેજના સંચાલકો અને યુનિવર્સિટીના સંચાલકો સાથે ફી બાબતે ચર્ચા કરી હતી, જેમાં સંચાલક ફી ઘટાડવા અને લઈને સ્પષ્ટ ઈનકાર કર્યો હતો. જે બાદ સંચાલકોની વાત સાંભળ્યા બાદ સમિતિએ સરકારને રિપોર્ટ આપવાનો હતો. પરંતુ હજુ સુધી આ રિપોર્ટ સરકારને સોંપવામાં નથી આવ્યો.