તુવેરની ખરીદીને લઇને વિધાનસભામાં હોબાળો, કોગ્રેસે સરકાર પર શું લગાવ્યા આરોપ?
તુવેરની ખરીદીને લઇને ગુજરાત વિધાનસભામાં હોબાળો થયો હતો. તુવેરમાં કાંઇક કાળુ હોવાના કોગ્રેસના ધારાસભ્યોએ નારા લગાવ્યા હતા. અમિત ચાવડાએ કહ્યું કે, સરકાર ખરીદે છે તેના કરતા વધારે રકમ કેમ લે છે. પરેશ ધાનાણીએ કહ્યું કે, તુવેરની ખરીદી અને વેચાણમાં આટલા બધા ભાવમાં ફેર કેમ છે. કોણ મલાઇ ખાય છે.