ભાજપનાં ક્યાં મહિલા મેયરે કારમાં નિકળેલા પરિવારને કોરોનાના નામે ધમકાવ્યો ? ચૂંટણી વખતે પોતે માસ્ક વિના કરેલો ડાન્સ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
19 Mar 2021 12:10 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના રસ્તા પર વાહન ચેકિંગ કરી રહેલા સુરતના મેયર હેમાલી બોઘાવાલાનો વીડિયો સોશલ મીડિયામાં ખૂબ ચર્ચામાં છે. વીડિયોમાં મેયર એક કારને રોકી તેમા વધુ યાત્રીઓ દેખાતા ધમકાવતા નજરે પડે છે. જોકે હાલમાં જ મનપાની ચૂંટણીઓ થઈ અને આ ચૂંટણી દરમિયાન આ જ હેમાલીબેન અને તેમના પક્ષે અનેક રેલીઓ યોજી અને હજારોની ભીડ એકઠી કરી હતી. હેમાલીબેન પોતે માસ્ક વિના ડાન્સ કરતા અનેક વીડિયોમાં જોવા મળે છે.