સૌની યોજનામાં 500 કરોડથી વધુની ગેરરીતિ થઈ હોવાનો કૉંગ્રેસના ધારાસભ્યનો આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
સૌની યોજનામાં 500 કરોડથી વધુની ગેરરીતિ થયાના કૉંગ્રેસના ધારાસભ્ય પૂંજાભાઈ વંશે આરોપ લગાવ્યા છે. વિધાનસભા ગૃહમાં ચર્ચા દરમિયાન પૂંજા વંશે આરોપ લગાવ્યો કે સૌની યોજનામાં ગેરરીતિ થઈ છે તે જગ જાહેર છે. પૂંજા વંશના આરોપ પર પ્રદીપસિંહે કહ્યુ કે આ અંગે પૂરાવા હોય તો રજૂ કરો, ખોટા આરોપ ન લગાવો. અધ્યક્ષે પૂંજા વંશને પૂછ્યુ કે શું તમે આ બાબત રેકોર્ડ પર રજૂ કરી શકો છો જેના જવાબમાં પૂંજા વંશે કહ્યુ કે ગેરરીતિ અંગેના પૂરાવા હું રજૂ કરી શકું છું.
Continues below advertisement