Amit Chavda | વિધાનસભામાં અમિત ચાવડાએ સરકાર પર શું લગાવ્યા ગંભીર આરોપ?
Amit Chavda | વિધાનસભાના ગૃહની કાર્યવાહી પ્રશ્નોતરી કાળથી શરૂ થતાની સાથે જ અદાણી પાવર પાસેથી સરકારે ખરીદેલી વીજળી અંગે આરોપ - પ્રતીઆરોપ શરૂ થયા હતા. વિધાનસભામાં કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આ મુદ્દે સરકારને ઘેરતા કહ્યું હતું કે, અદાણી સાથેના કરાયેલા કરાર કરતા બેથી ત્રણ ગણા વધુ રૂપિયા ચૂકવી સરકારે વીજળી ખરીદી છે. ડબલ એન્જિન સરકાર મિત્રને ડબલ ભાવ ચૂકવી વીજળી ખરીદે છે. ઉપરાંત વિધાનસભા પરિસરમાં કોંગ્રેસના ધારાસભ્યોએ આ મુદ્દે દેખાવો પણ કર્યા હતા. પ્લેકાર્ડ દર્શાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ પણ નોંધાવ્યો હતો.