Coronavirus: રાજ્યમાં કોરોનાનો કહેર યથાવત, છેલ્લા ચાર દિવસથી સતત 500થી વધુ નવા કેસ નોંધાયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસે ફરી માથુ ઉંચક્યું છે. છેલ્લા 24 કલાકમાં 555 નવા કેસ નોંધાયા હતા જ્યારે 482 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4416 લોકોના કોરોનાથી મોત થયા છે.