Ahmedabad: નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને વિકસાવવા માટે રાજ્ય સરકારનું આયોજન

Continues below advertisement

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમની આસપાસના વિસ્તારને જબરદસ્ત રીતે વિકસાવવા માટે રાજ્ય સરકાર આયોજન કરી રહી છે. AMC,AUDA અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ દ્વારા સ્ટેડિયમની આસપાસના વિસ્તારનું ચિત્ર બદલી નાંખાશે.  સ્ટેડિયમની આસપાસના વિસ્તારના ડેવલપમેન્ટ માટે ત્રણ ટાઉન પ્લાનિંગ આગામી સમયમાં બહાર પડાશે. મોટેરા સાબરમતી અને હાંસોલ વિસ્તારમાં ટીપી બહાર પાડવામાં આવશે. ત્રણ ટીપી અંદાજે 40 લાખ સ્કવેર મીટરનો વિસ્તાર આવરી લેશે. અમેરિકાના સીનસીનેટી સીટીમાં થયેલા બાંધકામ મુજબનું કાર્ય સ્ટેડિયમ આસપાસ થશે.

 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram