Gandhinagar Accident Case: ગાંધીનગરમાં નશેડી હિતેશ પટેલના કોર્ટે પાંચ દિવસના રિમાંડ કર્યા મંજૂર

ગાંધીનગરના રાંદેસણમાં અકસ્માતની હારમાળા સર્જીને બે બે જિંદગીના મોત માટે નિમિત બનેલ નશેડી હિતેશ પટેલને આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે ગાંધીનગર કોર્ટમાં રજુ કરવામાં આવ્યો. કોર્ટ સમક્ષ હાજર કરીને પોલીસે આરોપી હિતેશ પટેલના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે કોર્ટે આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.. અકસ્માત સમયે કારની સ્પીડ કેટલી હતી, આરોપી સાથે અન્ય કોઈ હતુ કે નહીં તેની તપાસ કરવાની બાકી હોવાનું કહીને પોલીસે આરોપીના સાત દિવસના રિમાન્ડની માગ કરી હતી. જો કે અકસ્માત સમયે રફ્તારનો રાક્ષસ હિતેશ પટેલ નશામાં હતો કે નહીં તેનો પોલીસે કોઈ ઉલ્લેખ કર્યો નથી. હિતેશ પટેલ વિરૂદ્ધ ઈન્ફોસિટી પોલીસે સાપરાધ મનુષ્યવધ, નાગરિકોને ઈજા પહોંચાડવા બદલ 125 એ, 125 બી પૂર ઝડપે વાહન હકારવા બદલ કલમ 281, મોટર વ્હિકલ એક્ટની કલ 177 ઓબલિક 184 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.  અકસ્માતની તપાસ માટે એક કમિટીની પણ રચના કરવામાં આવી છે. જેમાં ગાંધીનગર ડીવાયએસપી દિવ્ય પ્રકાશ ગોહિલ, વી.આર.ખેર, ટ્રાફિક પીઆઈ પરાગ ચૌહાણ અકસ્માતની તપાસ કરશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola