નાગરિકો પ્રથમ તબક્કામાં સારવાર લે તો ઝડપથી સાજા થાય છેઃ નીતિન પટેલ
લોકોની બેદરકારીના કારણે સંક્રમણને ડામવામાં ધારી સફળતા મળી નથી. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું કે, કોરોનાના ગંભીર સંક્રમણ બાદ દર્દીઓ દાખલ થતા મૃત્યુ થાય છે. રીક્ષા ન જઈ શકે તેવા વિસ્તારમાં સંજીવની રથ પહોંચી સારવાર આપી હોવાનો તેમણે દાવો કર્યો હતો. પ્રથમ તબક્કામાં સારવાર લેનાર દર્દી ઝડપથી સ્વસ્થ થતા હોવાની રજૂઆત કરવામાં આવી છે.