ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં બ્લાસ્ટથી બે મકાન ધરાશાયી, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
ગાંધીનગર: કલોલના પંચવટી વિસ્તારમાં આવેલી ગાર્ડન સિટીમાં આજે સવારે અચાનક ધડાકા થયા હતા. જેમાં બે મકાન ધરાશાયી થયા હતા. દટાયેલા બે લોકોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. ગેસ ફોલ્ટ કે અન્ય કારણોસર જમીનમાં ધડાકા થયા હોવાનું લોકોનું અનુમાન છે.સ્થાનિકોના દાવા મુજબ, ધડાકાના કારણે આસપાસના વિસ્તારના મકાનના બારીના કાચ પણ તૂટ્યા હતા. અચાનક મકાન ધરાશાયી થથાં બે લોકો દટાઇ ગયા હતા.