ગાંધીનગરમાં મુખ્યમંત્રી રૂપાણીએ પત્ની સાથે પંચદેવ મહાદેવના કર્યા દર્શન, જુઓ વીડિયો
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નૂતન વર્ષ દિવસનો પ્રારંભ ગાંધીનગરમાં પંચદેવ મંદિરમાં દર્શન કરી કર્યો હતો. તેઓ પત્ની અંજલીબેન સાથે પંચદેવ મહાદેવના મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી એ નાગરિકોને દિપાવલી અને નૂતન વર્ષની શુભકામના પાઠવતા કહ્યું હતું કે આ નવા વર્ષમાં સૌનું આરોગ્ય સુખ સમૃદ્ધિ વધુ ઉન્નત બને .રાજ્યની વિકાસ યાત્રા પણ આગળ ને આગળ ધપતી રહે તેવી પ્રાર્થના તેમણે કરી છે. ખાસ કરીને પ્રવર્તમાન કોરોના સંક્રમણની મહામારીથી સમગ્ર માનવ જાત મુક્ત થાય અને સૌની તંદુરસ્તી જળવાય તેવી મંગલ કામના મુખ્યમંત્રીએ કરી હતી