ગાંધીનગરઃ ભાજપના નવા ચૂંટાયેલા આઠ ધારાસભ્યોએ લીધા શપથ, જુઓ વીડિયો
પેટાચૂંટણીમાં જીતનાર આઠ વિજેતાએ શપથ ગ્રહણ કર્યા હતા. નાદુરસ્ત તબિયતના કારણે અક્ષય પટેલે અલગથી વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની ચેમ્બરમાં શપથ લીધા હતા. જ્યારે અન્ય સાત વિજેતાઓએ મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહરાજ્યમંત્રીની હાજરીમાં શપથ લીધા હતા. હવે વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ વધીને 111 થયું છે. વિધાનસભા સંકુલના ચોથા માળે આવેલા શાસકપક્ષના હોલમાં શપથ સમારોહ યોજાયો હતો. કોરોનાના કારણે સોશિયલ ડિસ્ટંસિંગના પાલન સાથે શપથવિધિ યોજવામાં આવી. વિધાનસભા બેઠકના ક્રમ પ્રમાણે વિધાનસભા અધ્યક્ષે ધારાસભ્યોને શપથ લેવડાવ્યા.