શપથ બાદ ક્યા ધારાસભ્ય મુખ્યમંત્રી વિજય રૂપાણીને લાગ્યા પગે?, જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપના આઠ વિજેતા ધારાસભ્યોએ વિજયમુહૂર્તમાં શપથ લીધા હતા. નાદુરસ્ત તબીયતના કારણે અક્ષય પટેલે અલગથી શપથ લીધા હતા. આ સાથે ભાજપનું સંખ્યાબળ વધીને 111 થઇ ગયું છે. શપથ સમારોહમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સહિતના સિનિયર મંત્રીઓ અને ભાજપના હોદ્દેદારો પહોંચ્યા હતા. પ્રદ્યુમનસિંહ જાડેજા (અબડાસા), કિરીટસિંહ રાણા (લીંબડી), બ્રિજેશ મેરજા (મોરબી), જે વી કાકડિયા (ધારી), આત્મારામ પરમાર (ગઢડા), વિજય પટેલ (ડાંગ) , જીતુ ચૌધરી (કપડાસા) અને અક્ષય પટેલ(કરજણ)એ ધારાસભ્ય પદના શપથ લીધા હતા. દરમિયાન અબડાસાના ભાજપના ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા મુખ્યમંત્રીને પગે લાગ્યા હતા.
Continues below advertisement