ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીએ ગુના ઉકેલવા તૈયાર કરી ખાસ વાન, જુઓ વીડિયો
ગાંધીનગરમાં આવેલ ફોરેસિંક સાયંસ યુનિવર્સિટી (Gandhinagar Forensic Science university) દેશભરમાં ગુના ઉકેલ માટે સ્પેશ્યલ વાન મોકલશે. ફોરેન્સિક સાયન્સ યુનિવર્સીટીએ 2009મા ગુજરાત માટે પહેલી સ્પેશિયલ વાન તૈયાર કરી અને હાલ ગુજરાતમા 11 જેટલી વાન અલગ અલગ જિલ્લાઓમા અપાયેલ છે. લૂંટ, મર્ડર, દૂષ્કર્મ, ડ્રગ્સ, આગ સહિતની ઘટનાઓમાં સ્થળ પર જ પ્રાથમિક તપાસ રિપોર્ટ માટે વાન ઉપયોગી છે. વાનની અંદર 11 પ્રકારના ગુનાની પ્રાથમિક તપાસ માટે કીટ રાખવામાં આવેલ છે. દેશભરમાં આ વાન પહોંચવા માટે 500 જેટલી વાન બનાવવા માટેની FSLની તૈયારી છે.