ATMમાં ચેડા કરી બેન્ક સાથે ફ્રોડ કરનારા બે શખ્સને ગાંધીનગર એલસીબીએ ઝડપ્યા
બેન્ક એટીએમ સાથે ચેડાં કરી નાણાની ઉચાપત કરતા આંતરરાજ્ય ગેંગ ના બે આરોપી ની ગાંધીનગર LCB- 2 એ ધરપકડ કરી છે.યુપીનાં રહેવાસી આ બન્ને આરોપીઓ પોતાના સગાસંબંધી પાસેથી એટીએમ લઇને તેમના ખાતામાં થોડા પૈસા જમા કરાવતા અને ત્યારબાદ તેમનાં એટીએમ કાર્ડથી એટીએમ મશીનથી પૈસા ઉપાડતી વખતે મશીનમાં ચેડા કરીને પૈસા ઉપાડતા જેથી પૈસા તો ઉપડી જતા પણ એટીએમની લેઝર એન્ટ્રી જે તેં ખાતેદારનાં ખાતામા થતી ન હતી. ત્યારબાદ આરોપીઓ પોતાના સગાસંબંધી પાસેથી બેન્કમા ખોટી રીતે પૈસા ઉપડ્યા હોવાની ફરીયાદ કરાવતા અમુક કિસામા બેન્ક પૈસા પાછા પણ આપતી હતી. ગાંધીનગર પોલીસને આ બન્ને આરોપીઓ પાસેથી અલગ અલગ બેન્કના 11 એટીએમ કાર્ડ સહિત 70 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.