ગઢડા ગોપીનાથજી મંદિરના ચેરમેનના વિવાદને લઇને એસપી સ્વામીએ કોની સામે લગાવ્યા ગંભીર આક્ષેપ?
Continues below advertisement
ગઢડા ગોપીનાથજી મંદિરના આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ પી સ્વામીએ ચેરમેનના વિવાદને લઈને વીડિયો જાહેર કર્યો છે. ગઢડા મંદિરના ટ્રસ્ટી બોર્ડની ગઈકાલે મળેલ બેઠકમાં દેવ પક્ષના ચેરમેન હરજીવન સ્વામીને દૂર કરવામાં આવ્યા હતા. રાત્રે ૮ કલાકે દેવ પક્ષના ટ્રસ્ટીઓ અને ડીવાયએસપી નકુમ ઓફિસમાં આવી ચૂંટાયેલા ટ્રસ્ટીઓ સાથે ગેરવર્તન કરી બહાર કાઢ્યા હતા. ડીવાયએસપી નકુમે આચાર્ય પક્ષના ટ્રસ્ટીઓને ઓફિસમાં મનફાવે તેવી ગાળો આપી ધાર્મિક સંસ્થામા ન શોભે તેવું વર્તન કર્યું હતું. એસપી સ્વામીએ ડીવાયએસપીની આ વરવી ભૂમિકાને લઈને આઈજી, રાજયના મુખ્યમંત્રી અને ગ્રહમંત્રી તાત્કાલિક તપાસ કરવાની માંગ કરી હતી.
Continues below advertisement