ગાંધીનગરમાં LRD ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો, પોલીસે કરી અટકાયત

એલઆરડી પુરુષ ઉમેદવારો સોમવારે મોટી સંખ્યામાં ગાંધીનગર પોહચ્યા હતા. ભરતી પ્રક્રિયામાં મહિલાઓની માફક પુરુષ ઉમેદવારોની સંખ્યામાં પણ વધારો કરવાની માંગ સાથે ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્તા ગાર્ડનમાં વિરોધ કર્યો હતો.150 થી વધુ ઉમેદવારીએ બેનર સાથે સુત્રોચ્ચારો પોકારી વિરોધ પ્રદર્શન કર્યું હતું.. ભરતી પ્રક્રિયામાં 33/67 નો રેશિયો નહીં જળવાયો હોવાની વાત ને લઈ ઉમેદવારોએ વિરોધ કર્યો હતો. પોતાની માંગણીને લઇ વિરોધ કરવા આવેલ એલઆરડી પુરુષ ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી..કોઈ પણ મંજૂરી વિનાજ વિરોધ કરવા પોહચેલા ઉમેદવારોની પોલીસે અટકાયત કરી હતી. નવી સ્ટ્રેટેજી મુજબ પોલીસને સહયોગ નહીં આપતા ઉમેદવારોને ટીંગાટોળી કરીને પોલીસે અટકાયત કરી હતી.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola