ગાંધીનગરઃ ગર્ભપાતની કીટોનું ઓનલાઇન વેચાણ, દરોડા પાડી છ લાખની કીટ જપ્ત
Continues below advertisement
ગર્ભપાત માટેની દવાઓ અને કીટના ગેરકાયદેસર વેચાણને લઈ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે દરોડા પાડ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ વિભાગે અમદાવાદ, વડોદરા, સુરત અને ડીસા સહિત અલગ અલગ શહેરોમાં દરોડા પાડ્યા હતા. ગર્ભપાતની કિટનું અમેઝોનના માધ્યમથી ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું હતું. અમદાવાદ ખાતે છેલ્લા એક વર્ષથી ૮૦૦ થી વધારે ગર્ભપાતની કીટોનું ઓનલાઇન એમેઝોનના પ્લેટફોર્મ દ્વારા વેચાણ કરતી વ્યકિતને ઝડપી પડાઈ હતી.
Continues below advertisement