
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
Gandhinagar Uttarayan Scuffle : ગાંધીનગરમાં પતંગ લૂંટવા મુદ્દે ધીંગાણું? જુઓ શું છે આખો મામલો?
ઉત્તરાયણના તહેવાર પર હિંસા: રાજ્યમાં અનેક ઘટનાઓ. ઉત્તરાયણના તહેવાર પર રાજ્યના અનેક શહેરોમાં બબાલ અને મારામારીની ઘટનાઓ બની છે. સુરેન્દ્રનગર જિલ્લાના પાણશીલામાં બે જૂથ વચ્ચે લોહિયાળ મારામારી થઈ, ઘાતક હથિયારોથી બંને જૂથ એકબીજા ઉપર હુમલો કર્યો. આ જૂથ અથડામળમાં છ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા. જૂથ અથડામણની ઘટનાના સમાચાર મળતા પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી. પોલીસ તપાસમાં બંને જૂથ વચ્ચે અંગત અદાવતમાં મારામારી થઈ હોવાની આશંકા છે.
આ તરફ ભાવનગરના જાંજમેર ગામમાં મારામારીની ઘટના બની. પતંગ લૂટવા બાબતે ગાંધીનગરના સેક્ટર ચારમાં પણ બબાલ થઈ. બોર્ડિંગ અને બાજુમાં સ્થાનિકો વચ્ચે લાકડીઓ ઉછળી. પતંગ લૂટવા જેવી સાવસામાન્ય બાબતને લઈને બોલાચાલી ધીંગાણામાં પરિણમી. આખરે પોલીસ સમયસર સ્થળે પહોંચી જતા મારામારી અટકી.
પતંગ લૂટવા બાબતે ગાંધીનગરના સેક્ટર ચાર માં બબાલ થઈ. સેક્ટર ચારમાં બોર્ડિંગ અને આસપાસના લોકો વચ્ચે બબાલ થઈ છે. પતંગ લૂટવા જેવી સામાન્ય બાબતે ધિંગાણા જેવા દ્રશ્યો સર્જાયા. ઉત્તરાયણનો પર્વ છે, સૌકોઈ આ ઉત્તરાયણનો પર્વ મનાવી રહ્યા છે, પણ સેક્ટર ચાર માં પતંગ લૂટવા જેવી સાવસામાન્ય બાબતે મોટી સંખ્યામાં ટોળું એકઠું થઈ ગયું અને ધીંગાણા જેવા દ્રશ્યો સર્જાયા. જેના કારણે પોલીસને જાણકારી આપવામાં આવી. જો કે સામસામે ફરિયાદ નોંધાય છે કે નહીં તેની કોઈ જાણકારી હજી પ્રાપ્ત નથી થઈ.