Gandhinagar WaterShutdown: ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગરમાં બે દિવસ વોટર શટડાઉન | Abp Asmita

Gandhinagar WaterShutdown: ઈતિહાસમાં પહેલી વખત ગાંધીનગરમાં બે દિવસ વોટર શટડાઉન | Abp Asmita

પાટનગર ગાંધીનગરમાં 2 દિવસનો પાણીકાપ અપાયો છે. જેમાં ગાંધીનગર શહેર અને ગ્રામ્ય પંથકમાં પાણીકાપ છે. સેક્ટર 1થી 30 અને ગ્રામ્ય વિસ્તારમાં પાણીકાપ કરવામાં આવ્યો છે. આજે એટલે કે 25 અને 26 જુલાઈ એમ બે દિવસ પાણી મળશે નહીં. જેમાં નભોઈ વોટર સ્ટેશનમાં કામગીરીને પગલે પાણીકાપ આપવામાં આવ્યો છે. નવા WTPના જોડાણ પણ કરવાના રહેશે. સમગ્ર ગાંધીનગર શહેર અને આસપાસના 3થી5 ગામોમાં 2 દિવસનો સંપૂર્ણ પાણીકાપ રહેશે. જેમાં ગાંધીનગર શહેરને રોજિંદુ 650 લાખ લિટર પાણીની જરૂર હોય છે. જેમાં મુખ્ય પાણી સ્ટેશન નભોઈ NC 14મા મશીનરી ઇન્સ્ટોલ કરવાની, મીટર વાળી પાણીની લાઇન જોડાણ આપવા અને 2 વોટરવર્કમાં વાલ બદલવા સહિતની કામગીરીના કારણે 1થી 30 સેક્ટર અને ગ્રામીણ વિસ્તારને 25 અને 26 જુલાઈના રોજ પાણી મળશે નહિ.             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola