Thailand Vs cambodia News: થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે ભયાનક યુદ્ધ, અત્યાર સુધી 13નાં મોત
ઈરાન અને ઇઝરાયલ પછી હવે બીજું યુદ્ધ શરૂ થયું છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ શરૂ થયું છે. ખોસોદના એક રિપોર્ટ અનુસાર, થાઇલેન્ડે ગુરુવારે F-16 ફાઇટર જેટથી કંબોડિયા પર હુમલો કર્યો હતો. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં અત્યાર સુધીમાં 13 લોકો માર્યા ગયા છે. થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે ચાલી રહેલ યુદ્ધ એક મંદિર પાસે ગોળીબાર બાદ શરૂ થયું હતું.
કંબોડિયાએ થાઇલેન્ડના સરહદી વિસ્તાર પર રોકેટથી હુમલો કર્યો છે. તેણે લશ્કરી ઠેકાણાઓને પણ નિશાન બનાવ્યા છે. થાઇલેન્ડના સુરીન અને સિસાકેટ રાજ્યો યુદ્ધથી ખરાબ રીતે પ્રભાવિત થયા છે. આ બંને વચ્ચે યુદ્ધ મંદિર ઉપર શરૂ થયું છે. ગુરુવારે સવારે થાઇલેન્ડની સરહદ પર એક ડ્રોન જોવા મળ્યું હતું, જેના પછી તણાવ વધી ગયો હતો. થાઇ સેનાએ સુરીનમાં એક મંદિર 'તા મુએન થોમ' પર ડ્રોન ફરતું જોયું હતું. આ પછી થાઇલેન્ડના લશ્કરી ઠેકાણા પાસે કેટલાક કંબોડિયા સૈનિકો પણ જોવા મળ્યા હતા.