Gift City News | ગિફ્ટ સિટીમાં ફેઝ-2ના સરકારના નિર્ણયથી ખેડૂતો અને જમીન માલિકો કેમ નાખુશ? જુઓ અહેવાલ
Continues below advertisement
Gift City News | ગિફ્ટ સિટીના વિસ્તરણનો જે ડ્રાફ્ટ તૈયાર થયો છે તેનાથી નવા ભળેલા ગામના ખેડૂતો અને જમીન માલિકોમાં નારાજગી જોવા મળી રહી છે. નારાજગીના કારણો અંગે ગામના લોકો કહે છે કે, ગિફ્ટ સિટી ફેઝ 1માં હાઇટ 115 મીટર આપી છે, જ્યારે ફેઝ 2માં 22.5 મીટર આપી છે... ઉપરાંત ગિફ્ટ સિટી ફેઝ 1માં કપાત છે જ નહિ, જ્યારે ફેઝ 2માં 48 ટકા જેટલી છે, સમગ્ર રાજ્યમાં વધુમાં વધુ 40 ટકા કપાત છે, રાજ્યના કોમન gdcr મુજબ વધુમાં વધુ 40 ટકા જ કપાત હોય છે... જ્યારે ફેઝ 2માં સૌથી વધુ 48 ટકા જેટલી કપાત રાખી છે... જેના કારણે જમીનોના ભાવ ઊંચા ગયા છે પણ કોઈ લેવા તૈયાર નથી થતું. 4 ગામના લોકો સરકાર પાસે ગિફ્ટ સિટીની જેમ ફેઝ 2ના બાંધકામના નિયમો સરખા રાખવા જોઈએ. જો સરકાર તે મુજબ નહિ થાય તો ખેડૂતો વિરોધ પણ કરશે.
Continues below advertisement