Gujarat Govt | સરકારનો મોટો નિર્ણય | બપોરે 1થી સાંજે 4 સુધી મજૂરો પાસે ખુલ્લામાં કામ નહીં કરાવી શકાય

Continues below advertisement

રાહત કમિશનરના પરિપત્ર છતાં અમદાવાદની અનેક કન્સ્ટ્રકશન સાઇટ ઉપર બપોરે શ્રમિકો દેખાયા કામ કરતા.AMC ના અધિકારીનું નિવેદન કહ્યું પોતાની અનુકૂળતા અનુસાર કરાવી શકે છે કામ. અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીના કારણે શ્રમિકોને કન્સ્ટ્રકશન સાઇટ ઉપર કામ ન કરવા પરિપત્ર બહાર પડાયો હતો.જે બાદ abp અસ્મિતાએ શહેરના અલગ અલગ વિસ્તારમાં રિયાલિટી ચેક કર્યું.પ્રહલાદનગર વિસ્તારમાં અમદાવાદ મનપાની કમ્પાઉન્ડ વોલ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી હતી.જે અંગે એક શ્રમિકે વાત છુપાવવા પ્રયાસ કરતા અન્ય શ્રમિકે પોલ ખોલી અને કહ્યું કોઈ સૂચના ન મળતા કામગીરીઓ ચાલુ રખાઈ છે. આ તરફ અમદાવાદ મનપાના આરોગ્ય વિભાગના ડેપ્યુટી હેલ્થ ઓફિસર G. T. મકવાણાએ abp અસ્મિતા સાથેની વાતચીતમાં નિવેદન કર્યું કે AMC એ કન્સ્ટ્રકશન સાઇટ ઉપર તપાસ હાથ ધરી છે.રાહત કમિશ્રર વિભાગ તરફથી પત્ર આવશે તો કડકાઇથી પાલન કરાવવામાં આવશે.અનેક સ્થળોએ કામગીરી ચાલુ હોવા અંગે પણ અધિકારીએ નિવેદન કર્યું કે શ્રમિકોને છાયામાં કામ કરવા દેવામાં આવી રહ્યા હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram