Fake government office in Gujarat | ગુજરાતમાં વધુ એક નકલી કચેરી? MLA ધવલસિંહનો સનસનીખેજ આરોપ

Continues below advertisement

મોડાસામાં નકલી સિંચાઇ કચેરીના આક્ષેપનો મામલો. વર્તમાન અને પૂર્વ સિંચાઈ અધિકારીના નિવેદન સામે આવ્યા. સિંચાઈ અધિકારી એન એલ પરમારનું નિવેદન. નિવૃત્ત સિંચાઈ અધિકારીની મુલાકાત માટે આવ્યો હતો. અનુભવી અધિકારીને મળી તળાવ અંગેના જવાબ માટે આવ્યો હતો. નિવૃત્ત અધિકારી પી એમ ડામોરનું પણ નિવેદન. હું શારીરિક બીમાર હોઈ મારું માર્ગદર્શન લેવા અધિકારી આવ્યા હતા. મારા સમયના સિક્કા અંદર હતા,અહીં કોઇ ખોટું થતું નથી. હું નોકરી પર હતો એ સમયથી મારો સામાન અહીં છે.

મોડાસામાં નકલી સિંચાઈ કચેરીનો મામલો. ડેપ્યુટી ડીડીઓએ હાથ ધરી તપાસ. વધુ એક તિજોરી દસ્તાવેજો સાથે મળી આવી. એક પીઆઇ,એક પીએસઆઈ પણ તપાસમાં. ભાડાના મકાનમાં ચાલતી કચરીમાં તપાસ. સિક્કા,મેઝરમેન્ટ બૂક મળી આવ્યા. બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ લગાવ્યો આરોપ. ખાનગી જગ્યાએ ખોટા બિલો અને સિક્કા મળતા હોવાનો પણ આરોપ. વિભાગના કેટલાક અધિકારીઓ પણ સંડોવાયેલા હોવાનો આરોપ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram