Gujarat Assembly Session | Kanu Desai | વિધાનસભામાં કોંગ્રેસના આરોપો પર સરકારે શું આપ્યો જવાબ?
Gujarat Assembly Session | Kanu Desai | અદાણી પાસેથી જે વીજળી ખરીદાઈ તે નિયમ મુજબ જ ખરીદવામાં આવી હોવાનો ઊર્જા મંત્રીએ ગૃહમાં જવાબ આપ્યો હતો... ઉપરાંત ગૃહ બહાર પણ મીડિયા સમક્ષ તેમણે જણાવ્યું હતું કે, રાજ્યની વીજળીની જરૂરિયાત ૩ ગણી વધી છે... અગાઉ ખેડુતને વિજ કનેક્શન ખુબ લેટ મળતાં હતા અત્યારે ત્રણથી છ મહિનામાં ખેડુતોને વિજળી મળે છે... ગુજરાત સરકારના અદાણી પાવર ટાટા પાવર અને એસ્સાર પાવર સાથે પીપીએ કર્યા છે... દેશના ઘણા રાજ્યોએ વિજકાપ મુક્યો આપણે ક્યાંય વિજકાપ કર્યો નથી... રાજ્ય સરકારે ૧૫ હજાર મેગા વોટના સોલાર અને વિંડના એમઓયુ કર્યા... જેનાથી આપણને ત્રણ રૂપિયે યુનિટ વીજળી મળશે... કોંગ્રેસના તમામ મીત્રો વિજળીના સંચાલનને વખાણે છે... અમારી પાસે વિજકાપની કોઇ પણ ફરિયાદ ખેડૂત દ્વારા આવી નથી... ટેરીફ પ્રમાણે ખરીદી થાય છે આ ટેરીફ કોંગ્રેસની સરકારમાં નક્કી થયા હતા... અગામી દિવસોમાં ખેડુતોને દિવસે વીજળી મળશે... ઝીંરો કાર્બન ઉર્જા થકી વીજળી ઉત્પન્ન કરવાનું આયોજન... અદાણીને જે વધારે રૂપિયા ચુકવાયા છે તે પ્રોવીઝનલ છે અને તેનુ એડજસ્ટમેન્ટ કરવામાં આવશે