ફક્ત 21 કલાકમાં રૂપાણી સરકારનો યુ-ટર્ન, ગુજરાત બોર્ડની ધોરણ 12ની પરીક્ષા રદ્દ
માત્ર 21 કલાકમાં રાજ્ય સરકારે યુ-ટર્ન માર્યો હતો. રાજ્ય સરકારે વિદ્યાર્થીઓના હિતમાં ધોરણ 12ની પરીક્ષા રદ કરી હતી. ગઈકાલે સીબીએસઈની ધોરણ 12ની પરીક્ષા રદ્દ થયા બાદ સરકારે બેઠક બોલાવીને આ બાબતે શું કરવું તે અંગે વિચારણા કરી હતી અને અંતે રાજ્ય સરકારે બુધવારની કેબિનેટની બેઠકમાં સત્તાવાર નિર્ણય કર્યો હતો. કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ધોરણ 12ની પરીક્ષાઓ રદ્દ કરી હતી. ધોરણ 12 સાયન્સના 1 લાખ 40 હજાર અને સામાન્ય પ્રવાહના 5 લાખ 52 હજાર મળીને કુલ 6 લાખ 92 હજાર વિદ્યાર્થીઓ ગુજરાત માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની શાળાઓમાં અભ્યાસ કરે છે.