PM Modi Road Show In Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં ભવ્ય રોડ શો, ઉમટી જનમેદની
PM Modi Road Show In Gandhinagar : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગાંધીનગરમાં ભવ્ય રોડ શો, ઉમટી જનમેદની
ગાંધીનગરમાં પીએમ મોદીનો રોડ શો યોજાયો હતો. જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી અઢી કિમીનો રોડ શો યોજાયો. PM મોદીની સાથે રોડ શોમાં સી.આર.પાટીલ, ભૂપેન્દ્ર પટેલ જોડાયા હતા. ઓપરેશન સિંદૂરના બેનર અને તિરંગા સાથે લોકો ઉમટયાં. રોડ-શો બાદ PM વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યું. 5,536 કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ ખાતમુહૂર્ત પીએમ મોદીના હસ્તે કરાયું.
પીએમ મોદીએ ગાંધીનગરમાં સંબોધન કરતા પાકિસ્તાનને સ્પષ્ટ શબ્દોમાં ચેતાવણી આપી છે. તેમણે ક્યું કે. હવે આતંકનો સફાયો થઇને રહેશે. તેમણે ઓપરેશન સિંદુરની વાત કરતા કહ્યું કે, "22 મિનિટમાં આતંકીઓના નવ અડ્ડાઓ નષ્ટ કર્યા છે. હવે અમારે પુરાવો આપવાની જરૂર નથી, પાકિસ્તાન જ પૂરાવા આપે છે,પાકિસ્તાનમાં આતંકીઓના જનાજાને સ્ટેટ ઓનર અપાયું હતુ,પાકિસ્તાની સેનાએ આતંકીઓના જનાજાને સલામી આપી,ગોળીનો જવાબ ગોળાથી આપીશું,આ વખતે તમામ કાર્યવાહી કેમેરા સામે થઈ,ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો છે.