ગાંધીનગર ખાતે વિરોધ કરવા પહોંચ્યા LRD યુવાનો, પોલીસે કરી અટકાયત
ગૃહવિભાગ દ્વારા કરવામાં આવેલ એલઆરડી ભરતીમાં મહિલા ઉમેદવારોની સંખ્યા વધારતા પુરુષ ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે. ગાંધીનગરના સેન્ટ્રલ વિસ્ટા ખાતે આવેલ સરદાર પટેલના સ્ટેટયૂ પાસે ઉમેદવારો વિરોધ કરવા કેટલાંક ઉમેદવારો પહોંચ્યા હતા. વિરોધના પગલે સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પોલીસ મંજૂરી વિના જ વિરોધ કરવા આવેલ એલઆરડી યુવાનોની અટકાયત કરી હતી. ભરતીમાં મહિલાઓની સંખ્યા સરકારે વધારતા પુરુષ ઉમેદવારોને અન્યાય થયો હોવાનો ઉમેદવારો વિરોધ કરી રહ્યા છે..