મોદીએ શરૂ કરેલી સૌરાષ્ટ્રની જીવાદોરી જેવી સૌની યોજના નીતિનભાઈના કારણે જ ડીલે થઈ............
Continues below advertisement
ગુજરાતમાં વિજય રૂપાણી સરકારના રાજીનામા પછી ભાજપમાં આંતરિક વિખવાદના અણસાર જોવા મળી રહ્યા છે. ભાજપના જ અમરેલીના સાંસદ નારણ કાછડિયાએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે. નારણભાઈ કાછડિયાએ આક્ષેપ કર્યો છે કે, નીતિન પટેલ સૌરાષ્ટ્રના લોકોને ચોર ગણાવતા હતા. તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્રમા સૌની યોજના નીતિન પટેલના કારણે વિલંબમાં પડી. નીતિનબાઈ કહેવા કંઈક માગે છે અને કહી કંઇક અલગ રહ્યા છે.
Continues below advertisement