Old Pension Scheme Protest | રાજ્યભરના શિક્ષકોના ગાંધીનગરમાં ધામા, જુઓ વિરોધના દ્રશ્યો
જૂની પેન્શન યોજના લાગૂ કરવાની માંગ સાથે ગાંધીનગરમા આજે રાજ્યભરના શિક્ષકો મહાઆંદોલનમાં જોડાશે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના નેજા હઠળ શિક્ષકો સત્યાગ્રહ છાવણીમાં ધરણા કરશે. તેમની માંગ છે જૂની પેન્શન યોજના લાગૂ કરવામાં આવે.
મહીસાગર, પંચમહાલના શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા. તે સિવાય ગીર સોમનાથ, કચ્છ, ગોધરા, આણંદ, રાજકોટ, જેતપુર,ધોરાજી, અમરેલી,સુરેન્દ્રનગર અને બનાસકાંઠા જિલ્લામાંથી શિક્ષકો ગાંધીનગર જવા રવાના થયા હતા.
શૈક્ષિક મહાસંઘના અનુસાર, અગાઉ મંત્રીઓ સાથે થયેલ સમાધાન મુજબનો ઠરાવ બહાર પાડવા વિનંતી કરાઈ હતી. ઠરાવ ન કરાયો તો આંદોલનની ચીમકી આપી હતી.પરંતુ આજ દિવસ સુધી સમાધાન મુજબનો ઠરાવ ન થતાં આજે ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીએ ધરણાં યોજાશે.આંદોલનમાં જોડાવવા અલગ અલગ જિલ્લાઓમાંથી શિક્ષકો ગાંધીનગર પહોંચી રહ્યા છે. ગીર સોમનાથથી શિક્ષકો ટ્રેન મારફતે ગાંધીનગર આવવા માટે રવાના થયા હતા. રાજ્યભરમાં ખાનગી કાર અને બસ મારફતે મોટી સંખ્યામાં શિક્ષકો સત્યાગ્રહ છાવણી પહોંચ્યા હતા. પંચમહાલ જિલ્લાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકમાંથી શિક્ષકો ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં રવાના થયા હતા તો મહીસાગર અને આણંદના બોરસદમાંથી પણ શિક્ષકો રવાના થયા હતા. જૂની પેન્શન યોજના લાગુ કરવા શૈક્ષિક મહાસંઘના આંદોલનને વિવિધ સંસ્થાઓએ સમર્થન આપ્યું હતું.