Gandhinagar Kidnapping Case: ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ
ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ..
ગાંધીનગરના છત્રાલમાંથી સગીરાના અપહરણના આરોપમાં એક આરોપીની ધરપકડ.. 2200 કિલોમીટર પીછો કરીને પોલીસે આરોપી રફીક દરગાહીને ઉત્તર પ્રદેશના સુલતાનપુરથી ઝડપી પાડ્યો.. આરોપી છેલ્લા અઢી વર્ષથી છત્રાલમાં ભંગારના ગોડાઉનમાં કામ કરતો હતો. હરિદર્શન સોસાયટીમાં રહેતી 15 વર્ષીય સગીરાનું અપહરણ કરીને આરોપી યુપી ફરાર થઈ ગયો હતો. સગીરાના પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે તપાસ કરી.. ભંગારના ગોડાઉનના માલિકીની પૂછપરછ કરીને આરોપીનો મોબાઈલ નંબર મેળવ્યો.. મોબાઈલ નંબર પરથી હ્યુમન ઈન્ટેલિજન્સ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ટ્રેસ કરતા આરોપી મુંબઈ, નાસિક અને નાગપુરથી ઉત્તરપ્રદેશનું લોકેશન મળ્યું હતુ.. પોલીસની ટીમે સતત 2200 કિલોમીટર જેટલુ અંતર કાપીને યુપી પોલીસની મદદથી આરોપી રફીક અલીને યુપીના સુલતાનપુરથી ઝડપી પાડ્યો..