ગાંધીનગરઃ કલોલ પંચવટી વિસ્તારની ગાર્ડન સિટીમાં થયેલા વિસ્ફોટ મુદ્દે ONGCએ શું કરી સ્પષ્ટતા?
ગાંધીનગરના કલોલની સોસાયટીમાં બ્લાસ્ટ કેવી રીતે થયો તેને લઇને હજુ એક રહસ્ય છે. આ મામલે ONGCએ આ સ્પષ્ટતા કરી દીધી છે. કેમ કે મકાનની નીચે ONGCની પાઈપ લાઈન હોવાની ચર્ચા શરૂ થઈ હતી.. અને તેને લઈને ONGCના અધિકારીઓ પણ પહોંચ્યા હતા.. પરંતુ દસ્તાવેજો અને જમીની હકિકત તપાસતા આ મકાનો નીચે કોઈ પાઈપલાઈન ન હોવાની ONGC તરફથી સત્તાવાર રીતે જાહેરાત કરાઈ છે.. રસોઈ ગેસની પાઈપલાઈનમાં ગળતર થયાનું પ્રારંભિક તારણ ચોક્કસ છે.. પરંતુ FSLની તપાસમાં વધુ સત્ય સામે આવે તેવુ મનાઈ રહ્યું છે.. ધમાકાની તિવ્રતા જોઈને કલોલના લોકો FSLની સંપૂર્ણ તપાસની માગ કરી રહ્યા છે.. આ દરમિયાન ONGCના અધિકારીઓના નિવેદનથી અહિં ગેસ પાઈપ લાઈન ન હોવાનું સ્પષ્ટ થઈ ચુક્યુ છે