ગાંધીનગરની તમામ હોટલ-ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની નોંધ પથિક સોફ્ટવેરમાં રાખવાનો કરાયો આદેશ
ગાંધીનગર: ગાંધીનગર જિલ્લા અધિક કલેકટર એચ એમ જાડેજા દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અસામાજિક તત્વો પર રોક લગાવવા હોટલ, ગેસ્ટ હાઉસમાં આવતા પ્રવાસીઓની નોંધ પથિક સોફ્ટવેર માં ફરજિયાત કરવાની રહેશે. આ જાહેરનામા અંતર્ગત પોલીસ દ્વારા હોટલ ,ગેસ્ટ હાઉસ કે અન્ય રહેણાંક મકાનમાં બહારથી આવતા પ્રવાસીઓ ની નોંધ ગમે ત્યારે જોઈ શકે તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ અગાઉ પણ આ સંદર્ભે આદેશ કરવામાં આવ્યા હતા જો કે હવે વધુ કડક અમલ માટે ના આદેશ કરવામાં આવ્યા.