સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી
Continues below advertisement
સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ પર સુપ્રીમ કોર્ટે પોતાનો નિર્ણય આપી દીધો છે. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટાને લીલી ઝંડી આપી દીધી છે. કોર્ટે પ્રોજેક્ટ એરિયામાં સ્મોગ ટાવર લગાવવા માટે કહ્યું છે. કેન્દ્ર સરકારના આ પ્રોજેક્ટને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અલગ અલગ અરજીઓમાં કહેવામાં આવ્યું હતું કે, યોગ્ય કાયદો પસાર કર્યા વગર આ યોજના શરૂ કરવામાં આવી છે. તેના માટે જરૂરી પર્યાવરણની મંજૂરીની પ્રક્રિયામાં અનેક ખામીઓ છે. આ પ્રોજેક્ટ માત્ર નાણાનો વેડફાટ છે. નવી સંસદ બનવાને કારણે આસપાસની ઐતિહાસિક ઇમારતોને નુકસાન પહોંચી શકે છે.
Continues below advertisement
Tags :
Environment Clearance Central Vista Project Farmers Crisis Covid Crisis Approved Politics Supreme Court Bjp