ગુજરાત સરકારે 3300 વિદ્યાસહાયકોની ભરતીનું વચન ન પાળતા ટેટ પાસ ઉમેદવારોએ શું કર્યું? જુઓ વીડિયો
ગાંધીનગરઃ ટેટ પાસ ઉમેદવારો ગુજરાતી માધ્યમની વિદ્યાસહાયક ભરતી જાહેર કરવાની માંગ સાથે ગાંધીનગર પહોંચ્યા હતા. શિક્ષણ મંત્રી અને શિક્ષણ વિભાગને રજુઆત કરી હતી. ટેટ પાસ ઉમેદવારોની સર્ટિફિકેટની મુદત સળગ ગણવા સંદર્ભ પણ રજુઆત કરી. શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 1 થી 5 મા 1300 અને ધોરણ 6 થી 8 માં 2000 મળી કુલ 3300 ભરતી કરવા ભૂતકાળમા જાહેરાત કરી હતી.