BA-B.Ed અને ટેટ પાસ મહિલા MLA ક્વાર્ટરમાં સફાઇનું કામ કરવા હતી મજબૂર, અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને જાણ થતા તેમણે શું કર્યું?

Continues below advertisement

ગુજરાત વિધાનસભા (Gujarat Assembly)ના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની (Speaker Rajendra Trivedi) સંવેદનશીલતા સામે આવી છે. પાટણના ધારાસભ્ય (Patan MLA) કિરીટ પટેલે (Kirit Patel) પોતાના ક્વાર્ટરમાં સફાઇકામ કરતી બીએડ થયેલી યુવતી અંગે વાત કરતાં વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ આ વાતની નોંધ લીધી હતી. તેમજ આ મુદ્દે ધારાસભ્ય કિરિટ પટેલ સાથે ચર્ચા કર્યા પછી શિક્ષિત બેરોજગાર યુવતીને મળવા બોલાવી હતી અને તેને તેની લાયકાત પ્રમાણે નોકરી આપવાની બાંહેધરી આપી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram