Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
Gujarat Police Job: Harsh Sanghavi : પોલીસની ભરતીને લઈ સૌથી મોટા સમાચાર
સરકારી નોકરી માટે ઈચ્છુક યુવાનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં પોલીસ અને આંગણવાડીમાં ભરતીની થશે જાહેરાત. પોલીસ વિભાગમાં 14,507 જગ્યા પર ભરતી કરાશે, તેવી જાહેરાત નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ કરી હતી. રાજ્યના 4,473 ઉમેદવારોને સરકારી નોકરી માટે નિમણૂક પત્ર એનાયત. મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે નિમણૂક પત્ર એનાયત. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળમાં પસંદગી થયેલા યુવાનોને નિમણૂક પત્ર. રાજ્ય સરકારના વિવિધ વિભાગોની ખાલી જગ્યાઓ માટે લેવાઈ હતી પરીક્ષા . વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરનાર 4,473 યુવાઓને નિમણૂક પત્ર.
ભરતીમાં પારદર્શીતા હોવાનો મુખ્યમંત્રીએ આપ્યો સંદેશ. કોઈપણ લાગવગ વગર ગુજરાત સરકારમાં નોકરી. કોઈપણ ખુણેથી યુવાન પરીક્ષા આપી શકે. આવડત, હોશિયારીથી ઉમેદવારને નોકરી મળે છે.