ભાજપના ક્યા MLAએ નિખાલસ કબૂલાત કરતા કહ્યુ-...અને મે કેશુભાઇને દગો કર્યો
વિધાનસભામાં બજેટ સત્રના પ્રારંભે સ્વર્ગસ્થ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અને માધવસિંહ સોલંકીના નિધન પર શોક પ્રસ્તાવ પસાર કરાયો હતો. શોક પ્રસ્તાવના ઉલ્લેખ દરમિયાન જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલે નિખાલસ કબૂલાત કરી હતી. રાઘવજી પટેલે ગૃહમાં સ્વીકાર કર્યો કે મને કેશુભાઈ પટેલે ટિકીટ આપી ધારાસભ્ય બનાવ્યો અને મે તેમની સાથે જ દગો કર્યો. મને ધારાસભ્ય બનાવનારા કેશુભાઈ હતા. પરંતુ તેની સરકાર ઉથલાવવામાં હું નિમિત બન્યો. આટલું જ નહીં રાઘવજી પટેલે વધુમાં કહ્યું કે સરકાર ઉથલાવી બાદ તે દિવસથી જ મને ડાયાબિટીસ આવ્યો જેને કુદરતનો દંડ હશે તેવું હું માનું છું.