રાજ્યના આઠ મહાનગરોમાં તમામ શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ ક્યારથી બંધ કરવાનો લેવાયો નિર્ણય?

Continues below advertisement

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના કેસના કારણે રાજ્ય સરકાર વિવિધ પ્રતિબંધ લગાવી રહી છે.  રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાહેરાત કરી કે આવતીકાલથી એટલે કે શુક્રવારથી રાજ્યના આઠ મહાનગરોમાં શાળા કોલેજો બંધ કરવામાં આવશે. અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરત, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં આવતીકાલથી 10 એપ્રિલ સુધી શાળા- કોલેજોમાં ઓનલાઈન શિક્ષણ જ ચાલુ રહેશે.  આ તમામ આઠ મહાનગરમાં સ્કૂલ- કોલેજની પરીક્ષાઓ પણ મોકૂફ રાખવામાં આવી છે.  આગામી દિવસોમાં આ પરીક્ષા માટે અલગથી કાર્યક્રમ જાહેર કરવામાં આવશે. જ્યારે મહાનગર સિવાયના વિસ્તારમાં સ્વૈચ્છિક શૈક્ષણિક કાર્ય ચાલુ રહેશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram