રાજ્યના ખેડૂતો માટે આવ્યા રાહતના સમાચાર, પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે સરકાર કેટલી આપશે સહાય?
સરકાર રાજ્યમાં ખેડૂતોને પાક સંગ્રહ માટે સ્ટ્રક્ચર બનાવવા સહાય કરશે. ખેડૂતોને સ્ટ્રક્ચરના ખર્ચના 30 ટકા અથવા 30 હજારની રકમ જે ઓછું હોય તે સહાય પેટે મળશે. રાજ્ય સરકારે યોજનાની અમલવારીને લઈ મંજૂરી આપી હતી.