Ambalal Patel : આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલની આગાહી

Continues below advertisement

Ambalal Patel : આજથી ગુજરાતના વાતાવરણમાં આવશે પલટો, અંબાલાલ પટેલની આગાહી 

ગાંધીનગર: હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ નવરાત્રિમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર,  ગરબામાં વરસાદ વિલન બની શકે છે. ખાસ કરીને 27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે છે.  આજે પ્રથમ નોરતે જ વરસાદ ખેલૈયાઓની મજા બગાડશે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટાની શક્યતા છે. 

કાલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનું અનુમાન

અંબાલાલ પટેલની આગાહી મુજબ પવનની ગતિ સામાન્યથી લઈ વધુ રહેશે. કાલે દક્ષિણ ગુજરાતમાં 2 ઈંચથી વધારે વરસાદ વરસી શકે છે.   27 સપ્ટેમ્બરથી લઈને 5 ઓક્ટોબર સુધી ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી છે. નવરાત્રિના શરૂઆતના દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે. બંગાળ ઉપસાગરમાં મજબૂત થયેલી સિસ્ટમના કારણે ગુજરાતમાં  5 ઓક્ટોબર સુધી ભારે વરસાદ વરસી શકે છે. ખાસ કરીને  દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં  ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.  

સૌરાષ્ટ્રમાં પણ વરસાદની શક્યતા 

અંબાલાલ પટેલના આંકલન મુજબ,  મધ્ય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારે વરસાદ વરસી શકે છે.  રાજકોટ-હળવદ-સુરેંદ્રનગરમાં પણ ભારે વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય કચ્છના અનેક વિસ્તારોમાં પણ  વરસાદનું અનુમાન છે. વડોદરા, નડિયાદ, કપડવંજમાં પણ વરસાદનું અનુમાન અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યું  છે.  10થી 12 ઓક્ટોબરે પણ  વરસાદની શક્યતા છે. અંબાલાલ પટેલના આંકલન મુજબ બંગાળના ઉપસાગરમાં ચક્રવાત બની શકે છે,  જેના કારણે દક્ષિણ પૂર્વીય તટો પર 100થી 120 કિમી પ્રતિ કલાકે પવન ફૂંકાઈ શકે છે. ઓક્ટોબરમાં બંગાળના ઉપસાગરમાં વાવાઝોડું બનવાની શક્યતા છે.નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડું બનવાનો અનુમાન અંબાલાલે વ્યક્ત કર્યો છે.  

હવામાન વિભાગે પણ નવરાત્રિમાં વરસાદની આગાહી કરી છે

હવામાન વિભાગે આગામી 24 કલાક થંડરસ્ટ્રોમની આગાહી કરી છે. આ સમયગાળા દરમિયાન 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. ચોમાસુ અંતિમ ચરણમાં છે ત્યારે બંગાળની ખાડીમાં એક સાઇકલોનિક સર્ક્યુલેશન બનવા જઈ રહ્યું છે. આ કારણે નવરાત્રિ પર ભારે વરસાદ પડવાની સંભાવના છે. ​અણધાર્યા વરસાદને કારણે શેરી ગરબા અને સોસાયટીના આયોજકોથી માંડીને મોટા કોમર્શિયલ ગરબાના આયોજકો પણ ચિંતામાં જોવા મળી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola