Amit Shah In Rajkot: અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા શું કહ્યું?
Amit Shah In Rajkot: અમિત શાહે વિઠ્ઠલ રાદડિયાને યાદ કરતા શું કહ્યું?
કેન્દ્રીય સહકારીતા મંત્રી અમિતભાઇ શાહ રાજકોટ પ્રવાસે. સ્વ.વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાનું કર્યુ અનાવરણ. રાજકોટ જિલ્લા બેન્કમાં પ્રતિમાનું અનાવરણ. સહકારી માળખું ઉભું કરવામાં સ્વ.વિઠ્ઠલભાઈનો સિંહફાળો.
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહ રાજકોટની મુલાકાતે પહોંચ્યા હતા. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટીવ બેંક ખાતે પ્રતિમાનું અનાવરણ કર્યું. સ્વ. વલ્લભભાઈ પટેલ અને સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાઓનું અનાવરણ કરાયું. મંત્રીએ બન્ને વિભૂતિઓના યોગદાનને યાદ કરી પુષ્પાંજલિ અર્પણ કરી. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, મેયર નયનાબેન પેઢડીયા, ધારાસભ્યો સહિત મહાનુભાવોએ હાજરી આપી. કલેક્ટર, પોલીસ કમિશનર અને સહકારી ક્ષેત્રના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સર્કિટ હાઉસ ખાતે બેઠક. રાજકોટથી સીધા અમદાવાદ સર્કિટ હાઉસ પહોંચ્યા અમિત શાહ. રાજ્યના DGP વિકાસ સહાય સર્કિટ હાઉસ પહોંચ્યા. ગાંધીનગર લોકસભા અંતર્ગત આવતી વિધાનસભામાં વિકાસ કાર્ય અંગે તેમજ રાજ્યની સ્થિતિ અંગે સમીક્ષા કરશે શાહ.