Gandhinagar: વિધાનસભા ઘેરાવની અનુસુચિત જાતિના આગેવાનોની ચીમકીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગાંધીનગરમાં વિધાનસભા ઘેરાવની અનુસુચિત જાતિના આગેવાનોની ચીમકીને લઈ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવામાં આવ્યો છે. વિધાનસભા ગેટ નંબર એક બહાર પોલીસ જવાનો તૈનાત કરાયા છે. સાથે થ્રી લેયરની સુરક્ષા ગોઠવામાં આવી છે. એસપી, ડિવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ સુરક્ષામાં પહોંચ્યા છે...પીએસઆઈ ભરતીમાં અનમાતને લઈ આગેવાનોએ ઘેરાવની ચીમકી આપી છે.